ચર્ચા

‎"ગુરૂકુલ પરીવારમાં આપનું સ્વાગત છે."

Gurukul

"ज्ञान वो सबसे शक्तिशाली हथियार है जिससे आप पूरी दुनिया बदल सकते हैं." "Education is the most powerful weapon which you can use to change the world."

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

એક એવી નિશાળ

માત્ર ૫રીક્ષા જ નહી બાળકોને અનુભવજન્ય શિક્ષણ ૫ણ જરૂરી ...





                    એક એવી નિશાળ

એક એવી નિશાળ છે. એક એવી નિશાળ છે.

અહીં છોકારાંની જ સત્તા છે.

ના છે ઝાઝુ હોમવર્ક ને ના આવું જ બીજું કઈ કામ છે.
અહી આવીને બસ મજા જ મજા સૌને આવે છે.

એક એવી નિશાળ છે. એક એવી નિશાળ છે,


અહીં છોકરાંની જ ઈચ્છા છે.

ના ભણવાનું બસ ક્યારે અહી બધું જાણવા માટે જ છે.
અહી બેસીને શું શું છે અવનવું તેણે જ બસ માણવાનું જ છે.

એક એવી નિશાળ છે. એક એવી નિશાળ છે,


અહીં છોકરાંની જ સેવા  છે.

ના કોઈ વધુ ફી ને નામે બીજા કોઇક અટકચાળા છે.
ગુરુજીનો સાચો પ્રેમ છે, આ પ્રેમમાં જ સાચું ભણતર છે.

એક એવી નિશાળ છે.........


આ દિવસો પાછા આવે તો..! એકવાર કલ્પના તો કરી જુવો..! દફતર લઈને દોડવું…!! તૂટેલી ચપ્પલ નું જોડવું…!! નાશ્તા ના ડબ્બાઓ…!! શર્ટ પર સહીના ધબ્બાઓ…!! ખોબે ખોબે પીવાતું પાણી…!! રીસેસ ની વિશેષ ઉજાણી…!! બેફામ રમાતા પકડ દાવ…!! ઘૂંટણ એ પડતા આછા ઘાવ…!! બાયોં થી લુંછાતા ચેહરા…!! શેરીઓમાં અસંખ્ય ફેરાં…!! ઉતરાણ ની રાત જાગી…!! પકડાયલા પતંગ ની ભાગી…!! ભાડાં ની સાયકલ નાં ફેરાં…!! મહોલ્લાના ઓટલા પર ડેરા…!! મંજી ની રેલમ છેલ…!! ગીલ્લી ડંડા નો એ ખેલ…!! ચાર ઠીકડી ને આટા પાટા…!! લાઈટના થાંભલે ગામગપાટા…!! વરસાદે ભરપૂર પલળવું…!! ખુલ્લા પગે રખડવું…!! બોર આમલી નાં ચટાકા…!! પીઠ પર માસ્તર ના ફટાકા…!! બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…!! નાં ટ્યુશન નાં ટેન્શન…!! વાત સાચી લાગી…!! કે નહિ મિત્રો…!!!! બધું ભૂલાઈ ગયું…!! આ મોર્ડન લાઈફ ની લાઇન માં…!! કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો